Search This Blog

Thursday, July 21, 2011

મુવી-Ghanshyam and the storm of evil


આમ તો દુનિયામાં ઘણી થ્રીડી એનીમેશન મુવી બને છે પણ, પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણા થી બેપ્સ એનીમેશન( સ્વામિનારાયણ અક્ષરપીઠ  એનીમેશન ) દ્વારા – ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરિત્રો પર – એનીમેશન મુવી એ પણ થ્રીડી માં બની છે( વધુ માહિતી માટે – જાઓ…..-  ઘનશ્યામ ચરિત્ર – એ ટૂંક સમયમાં રીલીઝ થાશે. ભગવાન ની લીલા અને ચરિત્રો આપણે શ્રીકૃષ્ણ કે હનુમાન – નામે જોઈ ચુક્યા છીએ પણ આ થ્રીડી મુવી ખુબ જ અસરકારક સાબિત થાશે …..અને મુમુક્ષો ને જ્ઞાન ગમ્મત ની સાથે ભક્તિ અને હરિ નો મહિમા સુપેરે સમજાવશે એમાં કોઈ શંકા નથી……
જુઓ નીચેનું ટ્રેલર— સૌજન્ય- યુટ્યુબ …movie- Ghanshyam and the storm of evil
બસ માણતા રહો……હરિનો મહિમા એ જ છે પણ માધ્યમ- એ સમય ની સાથે છે……
જય સ્વામિનારાયણ
રાજ

Tuesday, July 19, 2011

વચન

જીવન શું છે?…..કોઈ ફિલસૂફે સાચું જ કહ્યું છે કે ” જીવન એટલે સંજોગો નો સરવાળો”…..તમે ડગલે અને પગલે આ હકીકત અનુભવતા હશો જ. મનુષ્ય માત્ર કે સજીવ માત્ર, સંજોગો ના આધારે જીવે છે અને આ સંજોગો….હમેંશા અનિશ્ચિત હોય છે. આપણે વિચારીએ કંઇક ને થાય કંઇક…..!તો કરવું શું?…..અનિશ્ચિતતા થી ઘેરાયેલા સંજોગો ના એક પાતળા તંતુ ને આધારે જીવન ને પસાર કરી દેવું કે….બધું એક હરિ પર છોડી- સ્થિતપ્રજ્ઞતા થી જીવન હોંશે હોંશે ગુજારી દેવું????

પણ…..પણ…..સ્થિતપ્રજ્ઞ બનવું….સુખ-દુઃખમાં સમભાવ રાખવો એ આપણા માટે શક્ય છે?….નથી….કારણ કે આપણે – મન-હૃદય ધરાવીએ છીએ….લાગણીઓ થી બંધાયેલા છીએ….! ક્યારેક એમ લાગે કે દુનિયા આપણા માટે નથી…..તો ક્યારેક એવું લાગે કે સમગ્ર દુનિયા જાણે કે મારા માટે જ સર્જાઈ છે….! મન ની આ સ્થિતિ છે. હું મારો પોતાનો અનુભવ કહું તો- પહેલા હું માનતો હતો કે આપણે ધારીએ એમ જ થાય….પણ ક્રમશઃ લાગ્યું કે , આપણે એક પામર જીવ થી વિશેષ કઈ નથી. આપણા હાથમાં કશું જ નથી…….જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા…અને પછી તો મે કંટાળી ને જ “ડ્રાઈવર” ની સીટ છોડી દીધી..અને હરિને કહ્યું કે – હવે તો તું જ્યાં લઇ જાય ત્યાં આપણે જવું….! પોતાનું કરી જોયું…પણ કઈ કામ ન લાગ્યું…..અને આજે હવે લાગે છે કે મે ડ્રાઈવર ની સીટ છોડવા નો જે નિર્ણય લીધેલો એ સાચો હતો…..! હવે આજે જો સીધા ગાડીમાં થી રસ્તા પર આવી જવાય તો દુઃખ જરૂર થાય પણ એટલું બધું નહી…..! તો કહેવા નું શુ……….કે…..

શ્રીહરિના વચન પર વિશ્વાસ….! મને સ્વામિનારાયણ સંપ્રદાય નો જો કોઈ એક પ્રસંગ વિશેષ ગમતો હોય તો એ છે…..સહજાનંદ સ્વામી દ્વારા પૂ. રામાનંદ સ્વામી પાસે – સંપ્રદાય ની ધુરા સંભાળતી વખતે માંગવામાં આવેલા વચન………!

મારા વ્હાલા નું વચન.....

ઈસવીસન ૧૮૦૧ માં , જેતપુર ખાતે માત્ર ૨૦-૨૧ વર્ષના અત્યંત તેજસ્વી એવા સહજાનંદ સ્વામીને -સમગ્ર સંપ્રદાય સોંપ્યો….એ વખતે, ઋણાનુભાવે શ્રીહરિએ પોતાના ગુરુ પાસે બે વચન માંગ્યા….કે જે લાખો કરોડો મુમુક્ષો ની જિંદગી નો ઉદ્ધાર કરવા ના હતા……..

  1. જો કોઈ તમારા સત્સંગીને એક વીંછીના ડંખ નું દુઃખ થવાનું હોય તો..એના બદલે એ દુઃખ અમને રુંવાડે રુંવાડે લાખો ડંખ નું દુઃખ થાજો પણ , એ ભક્ત ને ન થાય…..
  2. જો તમારા સત્સંગી ના નસીબમાં રામપાતર લખેલું હોય તો એ રામ પાતર અમને આવે પણ તમારો એ સત્સંગી- અન્ન-વસ્ત્રે કરી ને ક્યારેય દુઃખી ન થાય….

……..શું કહું??? આ વચન વાંચી ને મારું હૃદય ભરાઈ આવે છે…..પોતાના ભક્તો ના હિત-સુખ ખાતર પોતે દુઃખ ભોગવે- એ ભગવાન કેવો???? પોતે પોતાના ભક્ત ના દુઃખ માંગી લીધા……! તમે આજે પણ જુઓ….કોઈ સ્વામિનારાયણ સત્સંગી કે જે સંપ્રદાય ના બધા નિયમ-ધર્મ નું પાલન કરે છે- એ ક્યારેય દુઃખી થતો નથી…..! તો , આ એક હરીવચન ને આધારે આપણે આજે સુખમાં છીએ…..! સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે….” જે ભક્તો મારા માટે ઘસાય છે….કષ્ટ વેઠે છે..એમના યોગ-ક્ષેમ નું વહન હું કરું છું….” !!! …..ભુજ ની લીલાઓ કે ૧૮૦૫-૧૦ ની શ્રીહરિ ની લીલાઓ તમે વાંચો તો ખબર પડે કે – સ્વામિનારાયણ ભગવાન એમના ભક્તો ના કલ્યાણ માટે ક્યાં ક્યાં – ઉઘાડા પગે….બળબળતા રણમાં…ભૂખ્યા તરસ્યા ફર્યા છે???? ..

તો જીવનમાં સુખ દુઃખ તો રહેવાના જ……કૃષ્ણ ભગવાન નો પોતાનો જન્મ જ કારાગૃહ માં થયો હતો…અને આખી જિંદગી એમને રઝળપાટ કરી હતી….! સ્વામિનારાયણ ભગવાન..કે…….શ્રીરામ …તમે કોઈ પણ ના ચરિત્ર જુઓ….દુઃખ તો એમણે ભોગવ્યા જ છે….! તો આપણે , એક સામાન્ય મનુષ્ય થઇ ને દુઃખમાં કેમ તૂટી જઈ એ છીએ…..??? ……કારણ કે આપણ ને હરિના વચન પર વિશ્વાસ નથી…..કે નથી પોતાના પર વિશ્વાસ…( વાંચો ગીતાનો કર્મયોગ)..!

બસ ..યાદ રાખો…….

  • સુખ દુઃખ એ અટલ છે….અનિવાર્ય છે…..આવવા ના જ છે…….તો ભાગો નહી…લડો…હરીવચન પર વિશ્વાસ રાખો….
  • સામાન્ય માણસ ને બે કારણે દુઃખ આવે….૧) સંચિત કર્મો ને કારણે- કે પૂર્વ-જન્મ ના કર્મો ને લીધે… ૨) આ જન્મ ના કર્મો ને લીધે..
  • અને હરિભકત ને ત્રણ કારણે દુઃખ આવે..કારણ કે હરિ ને એના પર વિશેષ પ્રેમ છે….૧) સંચિત કર્મો…૨) આ જન્મ ના કર્મો ..નિયમ ધર્મ નું ઉલ્લંઘન..૩) શ્રીહરિ ની કસોટી…..— અને જે આ કસોટીમાં સ્થિર રહી જાય..હરીવચન પર વિશ્વાસ ન ડગે….તેને જ અક્ષરધામ મળે છે…..હરિચરણમાં સ્થાન મળે છે અને સુખ-દુખના ભવ-ફેરા બંધ થાય છે…..
  • ક્યારેક સુખ કરતાં- દુઃખ સારું….કારણ કે….૧) દુઃખમાં પોતાની અડગતા -શક્તિ ખબર પડે..૨) પોતાનું કોણ..પારકું કોણ એ ખબર પડે…૩) હરિ ભક્તિમાં વધારે ભાવ આવે……
  • ” હરિ ને ભજતા હજુ કોઈ ની લાજ ..જતા નથી જાણી રે……” યાદ છે ને…નરસૈયા ના બોલ અને એનું જીવન…!

તો બસ…..જીવન આ જ છે……એક હરિના વચન પર વિશ્વાસ…..એનો રાજીપો….તમને સ્થિતપ્રજ્ઞ બનાવી શકે છે…….તો એના પર વિશ્વાસ…હૃદય થી મૂકી તો જુઓ…..પછી તમે જુઓ…તમે કેવા હળવા ફૂલ થઇ જાઓ છો..! ચિંતા કરવા વાળો આપણો “ધણી” ..અમર “ધણી” બેઠો છે…..!

સાથે રહેજો

જય સ્વામિનારાયણ….

રાજ

ભાઈ !!! આપણી શું તાકાત????

નીચેનો ફોટો જુઓ પછી બોલો……મગનભાઈ મોટા કે છગન ભાઈ?….અમેરિકા વધુ તાકાત વાળું કે ચીન?…….
આ કાળા માથાના માનવી ની શું વિસાત?….વરસો પહેલા ડિસ્કવરી ચેનલ પર જોયેલું….એક પરિવાર ને ઝઘડતો બતાવવા માં આવતો….પછી કેમેરો ઉપર ઉઠે….આખું ઘર બતાવવામાં આવે….કેમેરો ઉંચો જાય…આખું ફળિયું દેખાય…પછી..આખું ગામ….શહેર…..રાજ્ય..દેશ( સરહદ તો દેખાતી બંધ જ થઇ જાય…)….ખંડ….દુનિયા…..પછી પૃથ્વી…..પછી સૂર્યમંડળ..( પૃથ્વી….હા પૃથ્વી….દેખાતી બંધ થઇ જાય…..)….પછી બ્રહ્માંડ …( સૂર્યમંડળ ..ગુમ થઇ જાય….)……..!

કહેવાનું શું?…….સમજો…આપણે કેટલા પામર જીવ છીએ….! આપણી ઈજ્જત શું?…..છતાં પણ આપણે ” અહં” છોડી શકતા નથી……હું જ સર્વસ્વ…..હું જ સર્વશક્તિ માન……એમ વિચારી ને આ સમગ્ર બ્રહ્માંડ – અનેક બ્રહ્માંડ ના અધિપતિ ને પણ ઠેબે ચડાવીએ છીએ……! નાસ્તિકો બોલે છે….કે ભગવાન જેવું કઈ નથી……..પણ ભાઈ..આ બ્રહ્માંડ નું રહસ્ય તો ઉકેલી જુઓ?…..અરે એ તો છોડો…..મનુષ્ય જેવા પામર જીવ નું રહસ્ય તો ઉકેલી જુઓ?…

જુઓ નીચે નો ફોટો……

સૌજન્ય- નાસા

આપણી શું વિસાત????

જય સ્વામિનારાયણ….

રાજ

શ્રી હરિ માહાત્મ્ય

સવંત ૧૮૩૭…..ચૈત્ર સુદ -નોમ ને સોમવાર……અર્થાત ઈસવીસન ૧૭૮૧ ની ૨ જી એપ્રિલ….રાત્રીના ૧૦ વાગ્યા ને ૧૦ મીનીટ…..! ગામ છપૈયા….અયોધ્યા નજીક…..અને ધર્મદેવ -ભક્તિમાતા ના ભવને..એક મહા તેજસ્વી બાળક નો જન્મ થયો કે – જે મનુષ્ય માત્ર- જીવમાત્ર ના કલ્યાણ નો દ્યોતક ..એક સ્ત્રોત બનવાનો હતો….! ઘનશ્યામ સ્વરૂપે જન્મેલા એ બાળકે- ભગવાન સ્વામિનારાયણ તરીકે પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું- ત્યાં સુધી ની ઘટના – ઇતિહાસ નો એક સોનેરી અધ્યાય છે…….સાત વર્ષ ની ઉમરે ગૃહત્યાગ અને માત્ર ૧૯ વર્ષ ની ઉમરે ઉદ્ધવ સંપ્રદાય ની ગાદી સંભાળવા ની ઘટના- એ પુરુષોત્તમ પણા ની એક નિશાની માત્ર હતી…..! પછી શરુ થયું- સમૈયા…ઉત્સવો…..ની એક પરંપરા…..સિધ્દ પુરુષો…જ્ઞાનીઓ….યોદ્ધાઓ….રાજાઓ…રંકો….અબાલ-વૃદ્ધ..સ્ત્રી-પુરુષ….એમાં જોડાતા ગયા…..સહજ જોડાતા ગયા….અને જીવન – સંસ્કાર-સંસ્કૃતિ-ભક્તિ-નિયમ નું એક ઉત્સવ બની ગયું…..! નશા-લુંટ કે મારધાડ માં વ્યસ્ત રહેતા કાઠી દરબારો- એકદમ-અચાનક જ રાતોરાત- ભક્તિ-નિયમ-ધર્મ ને લીધે અહિંસક-સંમાંર્ગી બની ગયા…! આ બધું શું છે????? અને આ બધી વાર્તાઓ નથી…..ઇતિહાસ કારો ની કલમે- શબ્દે શબ્દ વર્ણવેલો છે….!

સહજાનંદ સ્વરૂપ-પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ....

પ.પૂ. અક્ષર બ્રહ્મ ગોપાળાનંદ સ્વામી એ – સહજાનંદ સ્વામી શા માટે પુરુષોત્તમ છે?….એ માટે નીચેના લક્ષણો વર્ણવ્યા……! પ.પૂ. અચિત્યાનંદ વરણી કે જે સદાયે શ્રીજી ની સેવા માં રહેતા, તેમણે” શ્રીહરિ લીલા કલ્પતરુ” નામનો પ્રસિધ્દ ગ્રંથ રચ્યો-એમાં નડિયાદ ખાતે- વિદ્વાનો ની સભામાં – સહજાનંદ સ્વામી ના સર્વાંઅવતારીપણા ના તેર લક્ષણો – ગોપાળાનંદ સ્વામી દ્વારા દર્શાવાયા – એ પ્રસંગ વર્ણવેલો છે……તો જુઓ એ તેર લક્ષણો -ગુજરાતીમાં..

  • પૃથ્વી પર અવતરેલા સર્વ અવતારો ને – એક અવતારમાં ( પોતાના દિવ્ય સ્વરૂપમાં) લીન થતાં કે પ્રાદુર્ભાવ થતાં -અનેક મનુષ્યો ને બતાવવા…
  • શાસ્ત્રો માં વર્ણવેલા -ધામ અને ધામ પતિઓ- એમનું ઐશ્વર્ય- પોતાના એક સ્વરૂપમાં – સર્વ જનો ને બતાવવું…
  • દ્રષ્ટી માત્ર થી સાધારણ મનુષ્ય ને પણ- યોગીઓ ને દુર્લભ એવી સમાધી- નાડી પ્રાણ ખેંચી ને કરાવવી…..
  • પોતાના સંત કે સત્સંગી દ્વારા પણ- અન્ય મનુષ્યો ને આવી સમાધી કે મોક્ષ કરાવવો…..
  • પોતાના ધામ રહેલું પોતાનું મૂળ સ્વરૂપ- પૃથ્વી પર પણ એ જ સ્વરૂપમાં ભક્તો ને બતાવવું……
  • શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ-ધર્મ-વેદાંત-ભક્તિ વગેરે – સામાન્ય મનુષ્ય ને સમજાય એમ સહજ બનાવે…..અને નવા શાસ્ત્રો- નવા ધર્મ-નિયમો રચે અને તેનું પાલન કરાવે…..
  • લોહચુમ્બક નો પર્વત જેમ લોઢા ને આકર્ષે- તેમ સર્વ જીવ ને પોતાના દર્શન માત્ર થી જ આકર્ષે……
  • પોતાના ભક્તો ના મોક્ષ માટે- એમના અંત સમયે જીવ ને “તેડવા” પધારે…….
  • તેમના વચન માત્ર થી નિમ્ન કોટીના મનુષ્ય પણ- જ્ઞાન-ભક્તિ-ધર્મ-નિયમ-વૈરાગ્ય માં પણ દ્રઢ સિદ્ધતા પ્રાપ્ત કરે…..
  • કેવળ પોતાનો સંબંધ પામેલી- વસ્તુઓ -જડ પદાર્થો થી પણ- સામાન્ય મનુષ્ય ને સમાધી કરાવવી- મોક્ષ ને પાત્ર બનાવવા….
  • પોતાની લીલા-ચરિત્ર-વાર્તા દ્વારા પણ દેશાંતર ના અજાણ્યા લોકો ને આકર્ષિત કરવા- દિવ્ય ભાવ બતાવવો…
  • જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ,પર બ્રહ્મ- આ પાંચ અનાદી તત્વો નું ભેદ-જ્ઞાન – નું સહજ નિરૂપણ કરે…..અને એ જ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા સર્વત્ર પ્રસરાવે-
  • શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ અવતારોને પોતાના એક અવતાર માં લીન કરે પણ પોતે કોઈ અવતાર માં લીન ન થાય……એ તેરમું લક્ષણ….
……તો ઉપર વર્ણવેલા તેર લક્ષણો- શાસ્ત્રોક્ત છે…..સાબિત થયેલા છે…..ઇતિહાસ માં સોનેરી અક્ષરે દર્જ છે…….! તો શ્રીહરિ ને ” સર્વાવતારી” માં સાબિત શું કરવાનું??? સત્ય – હજાર ગરણે ગળાય….પણ સત્ય જ રહે છે…..! કેટલીક વાર – ( સહજાનંદ સ્વામી )નું ચરિત્ર વાંચીએ તો લાગે કે – એ એક સામાન્ય સંત થી વધારે કઈ ન હતા……પણ- જયારે ગહરાઈ થી……મહિમા યુક્ત…..ઊંડાઈ થી સર્વ- ઇતિહાસ નો અભ્યાસ કરવામાં આવે-ત્યારે ખબર પડે કે આપણે જે વિચારતા હતા એ ખોટું હતું…..”સ્વયં શ્રીહરિ ને ને પારખતા ……પોતે ભુલાયા….” એવી વાત છે…..! કહેવાય છે ને કે – શ્રીકૃષ્ણ ભગવાન ને – ભગવાન તરીકે સ્વીકારવા- પહેલા ગીતા નો અભ્યાસ કરવાનો….અને પછી ભાગવત નો અભ્યાસ કરવાનો..! જો ક્રમ ઉલટ સુલટ થઇ જાય તો તમે જરૂર “ફસાઈ” જાવ…!
……તો શ્રીહરિ ની લીલા કે જે ઈસવીસન ૧૭૮૧ માં શરુ થઇ હતી તે – ૧ જુન ૧૮૩૦ સુધી ચાલી……! અર્થાત ૪૯ વર્ષ ની અલ્પ આયુ માં – શ્રીજી મહારાજે લાખો કરોડો મનુષ્યો નો ઉદ્ધાર કર્યો…..નિયમ ધર્મમાં દ્રઢ કર્યાં…..અને સ્વામિનારાયણ સંપ્રદાય ના પાયા એટલા ઊંડા કર્યાં કે આજે પણ એ જોઈ શકી એ છીએ……! મહારાજ નો એક સંકલ્પ કે ” સો કરોડ મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ કરવું છે…..” એ આજે પણ પુર ઝડપે ચાલે છે…..હજારો વિવાદો વચ્ચે પણ સ્વામિનારાયણ સંપ્રદાય અડગ ઉભો છે….! અગર કોઈ ખોટ હશે તો એમાં વાંક- કહેવાતા સત્સંગીઓ કે સંતો કે વિભાગો નો હશે કે જે શ્રીહરિ ના આપેલ નિયમ-ધર્મ નું યોગ્ય અર્થ ઘટન કે પાલન નથી કરી શક્યા……!
જે હોય તે…..સ્વામિનારાયણ સંપ્રદાય – અનંત છે….ચિરકાળ માટે છે……શ્રીજી નું જ મૂર્તિમંત સ્વરૂપ છે…….અને એના રાજીપા માટે જ જીવાય એટલે – બસ આ જીવન- એનું ધ્યેય સફળ…..!
બસ સાથે રહેજો……હરિ માટે નો સફર છે……એક કઠીન પણ સહજ સફર છે…..જેની મંઝીલ હરિચરણ જેવું અમુલ્ય રતન છે……..!
જય સ્વામિનારાયણ….
રાજ