Search This Blog

Thursday, August 18, 2011

દેહ ની રામાયણ…


શરીર……વપુ…….ખોળિયું……બોડી……દેહ…..! નામ અનેક છે પણ કામ મુખ્ય ત્રણ…..
  1. ભોગ અને સંતૃપ્તિ
  2. રક્ષણ અને અસ્તિત્વ
  3. કર્મ અને પ્રદર્શન
અને આ મુખ્ય ત્રણ કાર્ય નીચે તમે ચાહો- એ લક્ષણ આ ખોળિયા ને માટે મૂકી શકો છો. વ્યાખ્યાઓ અનંત છે….તો એની પરિભાષા પણ અનંત છે. તમે ” છગનભાઈ” છો…એ તમારું ખોળિયું છે કે એને ચલાવનારો તમારો ” માંહ્યલો” અર્થાત આત્મા છે…..??????..( માંહ્યલો – શબ્દ અમારા ગાંઠીયોલ કે ગોધમજી ના એક સિદ્ધ પુરુષ થઇ ગયા- શ્રીમદ જેસીંગ બાપા- એમનો તકિયા કલામ હતો. મારા મોટાબાપા ને ત્યાં એમની પધરામણીઓ અને મેળાવડા થતાં- એમાં અમે બાળકો – આને સાંભળતા રહેતા…)…..નક્કી કરવું મુશ્કેલ છે…..કારણ કે આત્મા ના સ્વધામ ગયા પછી પૂછીએ તો કહેવાય છે કે ” છગનભાઈ ધામ મા ગયા……..” ! તો જ્યાં સુધી આત્મા આ દેહ ને ચલાવે છે ત્યાં સુધી – તમે દેહ ને – આત્મા ના એકાકાર સ્વરૂપે ઓળખો છો.  અને જે મહાપુરુષો- પોતાને કેવળ ” એક આત્મા સ્વરૂપ” જ ઓળખે છે એ સ્થિતપ્રજ્ઞ થઇ – બ્રહ્મ ને પામે છે…..આ હું નહી- ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે…..અને વચનામૃતમાં – શ્રીજી કહે છે……!
તો દેહ શું છે……????  આયુર્વેદ કહે છે કે – દેહ છે , એ પંચમહાભૂતો ( જળ,વાયુ,આકાશ,અગ્નિ,પૃથ્વી) ને ત્રિદોષ( કફ,પિત્ત, વાયુ) થી બનેલું છે. એક અતીશુક્ષ્મ DNA ડીઝાઈન થી શરુ થયેલી આ રચના – એક ૬ ફૂટ ના માણસ મા બદલાઈ જાય છે – એ કઈ નાની સુની ઘટના નથી.  તમે કદાચ- આ ગર્ભધારણ થી લઇ ને જન્મ સુધી ની – ઘટના નો અભ્યાસ કરો તો યે તમે આસ્તિક થઇ જાઓ……એ ગેરંટી મારી….!!!
તો દેહ નું સ્વરૂપ- સ્પષ્ટ થયા પછી- એની બાહ્ય દુનિયા પછી – શરુ થાય છે……” દેહ ની રામાયણ…..”…દેહ ની આસક્તિ ના કારણે- એને નભાવવા ના કારણે- મનુષ્ય કે જીવ- બધું જ ( નૈતિક – અનૈતિક) કર્મો કરે છે……હવે તમે એક રૂટીન જીવન ના પ્રવાહ વિષે  વિચારો……..
  • બાળક નો જન્મ થયો- એટલે જેવો દેહ – ગર્ભાશય ની બહાર આવે- ગર્ભધારણ ના ૯ માસ- મા ના ગર્ભાશય  ના સલામત વાતાવરણ મા રહેલા બાળક ને  બહાર નું વાતાવરણ – એને સાનુકુળ નથી જ લાગતું…..આથી મહા કષ્ટ…વેઠી ને જન્મ થાય….
  • ૧- ૧.૫ વર્ષ સુધી- રોજ નવું નવું શીખવા ની રામાયણ……( રોગ-ભય-જીજ્ઞાસા-આનંદ-સ્વાદ તો સાથે હોય છે……..)
  • પછી શરુ થાય સ્કુલ મા પ્રવેશ- …..પહેલી વાર સ્કુલ મા જવાનું..દરેક બાળક માટે કઈ મજા ની વાત નથી હોતી……સ્કુલ મા જવાની આનાકાની- વિરોધ-ધમપછાડા……ચાલુ તે આખી જિંદગી ચાલુ જ રહે માત્ર નામ બદલાયા કરે…….
  • અભ્યાસ પુરો- એટલે નોકરી ની માયાજાળ- પોતાની ” જાત” ને ગોઠવવા ની……ધન.ધાન-સંપત્તિ- નાર- પ્રતિષ્ઠા — માટે નો જંગ શરુ થઇ જાય…..કેટલાક ની ગાડી – આમાં સડસડાટ ચાલે તો કેટલાક ની અટકી અટકી ને- પણ ગાડી તો ચલાવવી જ પડે…….છુટકો જ નહી……
  • અને પછી લગ્ન- ઘર-પત્ની-છોકરાં- અને ફરી એજ ઘટમાળ……..! ચાલુ ને ચાલુ જ…….!
ઘણીવાર થાય કે- બસ આ જ જિંદગી છે…….શું તેને કોઈ એક વ્યાખ્યા મા બાંધવી શક્ય છે??????  તો દેહ- પણ જિંદગી સાથે સંકળાયેલો છે- દેહ છે તો જીવન છે- આ રામાયણ છે………અને તેને અંતે- દેહ ની રામાયણ કહી શકાય….!
   હું મારી પોતાની વાત કરું તો- હું પણ અન્ય ને જેમ ” ફસાયેલો” જ છું……એ પણ પોતાની રાજીખુશી થી..! સ્થિતપ્રજ્ઞ થવાનો પ્રયત્ન- ચાલુ જ છે- હજુ સુધી ૦.૧% સુધી નથી પહોંચાયું……..હકીકત છે. અન્ય સસ્તન જીવો ની જેમ અસ્તિત્વ માટે લડતો રહ્યો છું……હજુ લડતા જ રહેશું……! સંસાર મા ઘુસ્યા છીએ તો – ખબર પડી કે – એક તદ્દન ભિન્ન વિચારો ધરાવતી વ્યક્તિ સાથે – કઈ રીતે અનુકુળ થાવું……એમાં પણ હજુ સંપૂર્ણ સફળ નથી થયા……! જવાબદારીઓ ચાલુ જ છે……..અને એ આવતી જ રહેશે……એનો કોઈ અંત નથી…..! દેહનની આસક્તિ ના કારણે ઘણા દુઃખી થાય છીએ……થવાના છીએ…..પણ શું કરીએ- દેહ દેહ નું કાર્ય કરે…..એ પણ પોતે એક પ્લાન્ટ જેવું છે- એને જે જોઈએ તે જોઈએ જ..( અલબત્ત ..દેહ એ મન નું ગુલામ છે…….એ યાદ રાખો…) અને સાથે દુઃખ આવે છે- એ – એ જોઈ શકતું નથી……દુઃખ આવે એટલે દેહ- તડપે અને એ વાત પણ અન્ય લોક મુખે સાંભળે- ” કોણે કહ્યું ‘તું કે બેટા બાવળિયે ચડજો……..”

 જયારે બીમારી આવે ત્યારે જ યાદ આવે કે- સાલું આ શરીર – આપણા કહ્યામાં નથી……અને જો શક્ય હોય તો શ્રીજી ને રૂબરૂ મળી પ્રાર્થના કરવી છે કે – હે………હરિ- જીવન ના એક-બે વર્ષ…..( હા….માત્ર એક-બે વર્ષ જ…અમદાવાદી છું ભાઈ….) બીમારી ના જ સમજી એને કાપી નાખો- અને કમ સે કમ ૯૮-૯૯ વર્ષ વગર બીમારી ના – કોઈ દેહ-વ્યાધી વગર ના આપો……” !!
જો કે આ વિચાર નર્યો સ્વાર્થી છે-  દેખાય છે….!!!!………ઇતિહાસ સાક્ષી છે કે – દુનિયામાં કોઈ મનુષ્ય-જીવ કે અવતાર એવો નથી થયો કે જેને દેહ ની વ્યાધી ન આવી હોય……! સ્વયં ભગવાન ને પણ દેહ  દુઃખ આવ્યા છે……! પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ને પણ પાર વગર ની દેહ-વ્યાધિઓ છે……!  અપન જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે…..દેહ સાથ આપે છે ત્યાં સુધી- કર્મ ચાલુ જ રહેવા નું…..અને કર્મ કરતાં જ રહેશું………મન મક્કમ છે….!
” થાકી ને બેસી પડનાર  અમે નથી…..ભાઈ…..
હારી ને રડી પડનાર અમે નથી ……ભાઈ….
ભલે આ દેહ સાથ આપે ન આપે હો “રાજ”…
એમાં અટવાઈ ને ખોવાઈ જનાર અમે નથી…..ભાઈ….”
તો – ભાઈ આ તો ભાડા નું મકાન છે…..ગમે ત્યારે ખાલી કરવું પડશે……જ્યાં સુધી છે ત્યાં સુધી એને બરોબર જાળવો…..અને એનો સાચો ઉપયોગ કરો……સ્થિતપ્રજ્ઞ થઇ શકાય છે- બસ ધીરે ધીરે પોતાને નિમિત્ત અને શ્રીજી ને સર્વ-કર્તા હર્તા મની- એના પર છોડતા જાઓ- એ સુખ આપે તો યે અને દુઃખ આપે તો યે…..એની મરજી- એનું સન્માન કરો અને જીવન ને જીવી જાઓ…..!
રાજ