Search This Blog

Friday, November 18, 2011

એક વાત- શ્રીહરિ ની…….



જેના શબ્દે અમૃત છલકાયા......
શ્રીહરિ ના મુખે બોલાયેલા અમૃત મય શબ્દો ને પ.પૂ. સંતો એ ઝીલી લીધા અને કલમ- અક્ષર થી એમને , જીવમાત્ર ના અનંત કલ્યાણ માટે ” અક્ષર મૂર્ત” કર્યાં…….આજે સવારે હું વચનામૃત જોઈ રહ્યો હતો અને મારી નજર હમેંશ ની જેમ – વચનામૃત ના પ્રથમ પાના પર પડી……શ્રીજી ની સહજ વાણી અને આ મૂર્તિમંત શબ્દો જ – જીવ ને બ્રહ્મજ્ઞાન આપવા પૂરતા છે…….વાંચો ઉપર ના શબ્દો………..!
જેમ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે…..સંતો કહે છે……શાસ્ત્રો કહે છે એમ…..શ્રીહરિ નો મહિમા જાણ્યા સિવાય- જીવ ને શ્રીજી નું સામીપ્ય મળતું નથી…..મહિમા વગર ની ભક્તિ પણ મોળી પડે છે…….સત્સંગ પણ મોળો પડે છે…..આથી જીવ ની અખંડ વૃતિ – એક માત્ર હરિ મા જોડાય એ માટે – શ્રીહરિ નું માહાત્મ્ય જાણવું અત્યંત જરૂરી છે…..અનિવાર્ય છે……..અને એક વાર , એ સમજાય એટલે બાકી બધું એક પલકાર માત્ર થઇ જાય છે…..
બાકી દુનિયાનું-બ્રહ્માંડ નું સૌથી મોટું સત્ય તો એ છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ……એક શ્રીહરિ ની મરજી વિના આપણે એક સુકું પર્ણ પણ ખસેડવા સમર્થ નથી……આ સત્ય આજે સમજો તો યે……કાલે સમજો તો યે…..અને અનંત જન્મે સમજો તો યે…….સમજ્યે જ છુટકો છે………! બાકી- ” શકટ નો ભાર તો અસંખ્ય શ્વાન તાણે જ છે……”
જય સ્વામિનારાયણ
રાજ