Search This Blog

Tuesday, January 10, 2012

શ્રીહરિના પ્રસાદીના પત્રો


સ્વામિનારાયણ સંપ્રદાય મા પત્રો- લેખન- સાહિત્ય રચના ની પરંપરા અદભૂત રહી છે. છેક પૂ. રામાનંદ સ્વામી ના સમય થી થયેલા અભૂતપૂર્વ પત્ર લેખન ના પુરાવા આજે પણ સંપ્રદાય મા જ્ઞાત છે.  શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંપ્રદાય ના આજ ના પુસ્તકો મા પણ પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ. ભગતજી મહારાજ, પૂ. નિર્ગુણદાસ સ્વામી દ્વારા લેખિત અસંખ્ય પત્રો આજે પણ ઉપલબ્ધ છે. એમાં પણ પૂ. શાસ્ત્રીજી મહારાજ નો અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત માટે નો દાખડો , પૂ. નિર્ગુણદાસ સ્વામી ના પત્રો મા સુપેરે જોવા મળે છે. એવું કહેવાય છે કે પૂ. નિર્ગુણદાસ સ્વામી પત્રો લખતા એ- એક મોટા અહેવાલ  થી ઓછા ન હતા. પત્રો થી સંપ્રદાય નું જે પોષણ થયું , છે, જે જગજાહેર વાત છે.

” શ્રીજી ના પ્રસાદી ના પત્રો” એ શ્રીજી મહારાજે સ્વયં લખેલા પત્રો નો અમુલ્ય સંગ્રહ છે. મે આ પુસ્તક નો શોધવા ઘણા મંદિરો કે ઘણા સ્થળો ની મુલાકાત લીધી, સંતો ની સાથે, મંદિરો ના સંચાલક મંડળ સાથે ચર્ચા કરી પણ – એ ક્યાં ય પણ પ્રાપ્ત ન થઇ. લગભગ ૯૦ વર્ષ પહેલા પ.ભ. માધવલાલ કોઠારી એ આ પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને તેની એક પ્રત ગુજરાત વિદ્યાપીઠ મા પણ છે. અમુક સમય પહેલા હું અને રીના કાલુપુર સ્વામી. મંદિરે દર્શને ગયા હતા અને ત્યાં આગળ , ચર્ચામાં ખબર પડી કે – હિમતનગર સ્વામિનારાયણ મંદિરે – પૂ. શાસ્ત્રી શ્રી હરજીવન દાસ સ્વામી એ – શેઠ પરિવાર ના સહયોગ થી આ પુસ્તક પુનઃ પ્રગટ કર્યું છે. હું તો ઉત્સાહિત થઇ ગયો અને તુરંત જ હિમતનગર રહેતા સબંધી નો સપર્ક કરી- આ પુસ્તક મેળવવા મા આવ્યું. હજુ ગઈકાલે જ મારા હાથમાં આ પુસ્તક આવ્યું અને હું જાણે કે સાતમાં આકાશ મા હોઉં- એટલો આનંદ થયો.
કેટલીક ઝલક……
  • શ્રીજી મહારાજે લખેલો પ્રથમ પત્ર- કે રામાનંદ સ્વામી પર હતો, એ એમના સ્વ- હસ્તાક્ષર મા પ્રગટ થયો છે. એ સમય ની ભાષા- મા વ્રજ કે હિન્દી મા લખાયેલો આ પત્ર- શ્રીજી નો- પોતાનો સત્સંગ દ્રઢ કરવા માટે ની દિશામાં પ્રથમ પ્રયાસ હતો.

શ્રીજી નો પૂ. રામાનંદ સ્વામી પર નો ઐતિહાસિક પત્ર
  • લગભગ ૫૪ પત્રો પ્રગટ થયા છે, જે મોટાભાગે ગુજરાતી- ( એ સમય ની ગુજરાતી) મા છે. હજુ અસંખ્ય પત્રો મળ્યા નથી- આથી લીસ્ટ કદાચ લાંબુ હોઈ શકે છે.
  • એમાં થી અમુક પત્રો શ્રીજી એ સ્વયં લખેલા છે, તો મોટાભાગ ના પત્રો- શ્રીજી એ શુક્મુની, મુળજી બ્રહ્મચારી કે અન્ય લહિયા સંતો ને હાથે લખાવેલા છે.
  • પત્રોમાં મોટેભાગે ઉપદેશો, આત્મા-પરમાત્મા નું જ્ઞાન, જીવ ના કલ્યાણ ની વાતો, સંતો-હરિભક્તો  ના મહિમા ની વાતો કરેલી છે. અમુક પત્રો મા પોતાના સ્વરૂપ ની યથાર્થતા દર્શાવવા નો પ્રયત્ન પણ શ્રીજી એ કરેલો છે.
હજુ તો મે આ પુસ્તક વાંચવા નું શરુ જ કર્યું છે, અને હું પત્ર ના શબ્દે-શબ્દે ટપકતા શ્રીજી ની અમૃત વાણી/ઉપદેશો થી પ્રભાવિત થઇ ગયો છું. મને યાદ આવે છે કે પ્રસંગ કે જયારે – શ્રીજી ના એક પત્ર ને આધારે- હરિભક્તો , લગ્ન ની ચોરી મા થી ઉઠી ને જે કામ કરતા  હોય તે પડતું મૂકી ને પરમહંસ ની દીક્ષા લેવા હાજર થઇ ગયા હતા. એક જ રાત મા પાંચસો પરમહંસો ને દીક્ષા નો પ્રસંગ- એક અદભૂત અને અવિસ્મરણીય પ્રસંગ છે…..અને એ દર્શાવે છે કે – શ્રીજી ના પત્રો પણ કેટલા પ્રભાવશાળી હતા.

શ્રીજી ના પ્રસાદી ના પત્રો...
તો વાંચન ચાલુ છે…..અભ્યાસ ચાલુ છે…..આથી આ પત્રો ની ચર્ચા પણ ચાલુ જ રહેશે.
જય સ્વામિનારાયણ,
રાજ