Search This Blog

Monday, December 23, 2013

BAPS રવિસભા-૨૨/૧૨/૨૦૧૩

( Main blog- rajmistry2.wordpress.com)

 ”….એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હું પ્રશ્ર્ન પુછું છું જે……. “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?”
પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ…….. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્‍વરૂપ વિના બીજી મનમાં કાંઇ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્વય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે………. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઇ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઇ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્‍યવાન હોય અને જો તે વૈરાગ્‍યને યોગે અહંકારે યુક્ત વર્તે તો, એ પણ એને વિષે મોટી ખોટ છે, અથવા અત્‍યંત આત્‍મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિષે દૃઢ ભકિતનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ, તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે…….”
————ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ-૫૬——-
તો ઉપરોક્ત વચનામૃત નો સાર એ છે કે- ભક્ત થાવું તો જ્ઞાની જ થાવું…..કારણ કે જ્ઞાન ને બળે જ- સતપુરુષ થકી- ભગવાન ના સ્વરૂપ નો મહિમા સાચી રીતે સમજાય છે અને દ્રઢ નિષ્ઠા થાય છે………આ બ્રહ્મ સત્ય એ જ આ સભાનો મુખ્ય સાર હતો.  કહેવા નું એટલું કે- રવિસભા એ જ્ઞાન નો…. સત્સંગ નો અદભૂત ખજાનો છે…..અઠવાડિયા ના સંસારિક કાર્યો ની દોડધામ મા અટવાયેલા-થાકેલા આ જીવ ને રીચાર્જ કરવા માટે- રવિસભા થી મોટું શસ્ત્ર કોઈ નથી……!
તો આજે સભામાં સમયસર પહોંચી ગયો- અને સર્વ પ્રથમ ધનુર્માસ ના- આ અદભૂત દર્શન…..મારા વ્હાલા ના…..તમે પણ દર્શન કરો……
આજ ના દર્શન....
આજ ના દર્શન….
સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- યુવકો દ્વારા ધૂન્ય થઇ રહી હતી……સ્વામિનારાયણ ધૂન – એ આ જીવ ને પોષણ-શક્તિ-હિંમત આપતું એક અનન્ય બળ છે……જીવન મા કોઈ પણ વિપરીત સ્થિતિ આવે- વિકટ પરિસ્થિતિ આવે કે- સંકટ આવે- અ મહામંત્ર નો ઉચ્ચ સ્વરે જાપ કરવો- બળ જરૂર રહેશે…..એની પાકી ગેરંટી..! ત્યારબાદ એક યુવક દ્વારા કીર્તન રજુ થયું…..”અનુભવી આનંદ મા બ્રહ્મરસ ના ભોગી રે…..”…..અદભૂત હતું….બ્રહ્મરસ ના ભોગી ની આ જ નિશાની છે…..સહજ-આનંદ હમેંશા…! બીજું એક કીર્તન અદભૂત હતું…..બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન ના શબ્દ હતા……”ઝલકે છે સુંદર ભાલ જાઉં બિહારી રે ,કેસર નું તિલક સોહામણું  ગિરધારી..રે……”….અને જાણે કે શ્રીજી ની એ મુરત નજર સામે છવાઈ ગઈ…….!
ત્યારબાદ એક અદભૂત ગાથા રજુ થઇ……લંડન બેપ્સ યુવક મંડળ ના ૧૦ જેટલા યુવકો એ એક પોતાની એક તપ યાત્રા નું સચિત્ર-ભાવભીનું વર્ણન કર્યું. એમનાં પ્રતિનિધિ પ.ભ. રાકેશભાઈ કારા એ -લગભગ કલાક ચાલેલી આ અદભૂત ગાથા વર્ણવતા કહ્યું કે- ૧૦ સપ્ટેમ્બર ના રોજ લંડન થી યુવક મંડળ- નેપાળ પહોંચ્યું…..હેતુ સ્પષ્ટ હતો- કે ૨૦૦ વર્ષ પહેલા નિલકંઠ વરણી એ કરેલી ગંડકી નદી-થી માનસરોવર ની યાત્રા -નો અનુભવ કરવો- અને સાથે સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય માટે -આ તપ યાત્રા કરવી…..! આવા સર્વોપરી હેતુ સાથે શરુ થયેલી યાત્રા અને એમનાં અનુભવો- સાંભળી ને થયું કે શૂન્ય નીચે ૧૫-૨૦ ડીગ્રી તાપમાન મા- કેટકેટલા ભીડા પડે છે- છતાં આ યુવાનો એ પણ વિદેશ ની ધરતી પર જન્મેલા-ઉછરેલા- ભગવાન ને -ગુરુ ને રાજી કરવા નીકળ્યા છે….! લાલ ગંડકી નદી, મુક્તિનાથ, કૈલાસ માનસરોવર ની આ વિષમ યાત્રા અને અત્યંત ઠંડી અને પાતળી હવા વચ્ચે પણ- ભગવાન ને સ્નાન, પૂજા,આરતી,સ્તોત્ર દ્વારા રાજી કરવા ના નિયમો ફોટો-વિડીયો દ્વારા રજુ થયા………ભગવાન સ્વામિનારાયણ એ અત્યંત ખુલ્લા શરીરે- શૂન્ય ની નીચે ૪૦ ડીગ્રી મા લગભગ ૬ દિવસ- કૈલાસ માનસરોવર મા ગાળ્યા હતા………એ વિચારી ને જ હૃદય ઉછાળી ઉઠે છે…..! એમને શું સ્વાર્થ હતો…..??? આવી વિષમ સ્થિતિ મા ખુલ્લા શરીરે-ભૂખ્યા તને તપ કરવા નું તાત્પર્ય શું??? જીવમાત્ર નું કલ્યાણ……બીજું શું…! સમજો- તો જાણો-અને અનુભવો કે ભગવાન પોતાના ભક્તો માટે- જીવ માત્ર ના કલ્યાણ માટે- કેવ કેવા ઉદાહરણો પોતે કષ્ટ વેઠી ને પ્રત્યક્ષ કરે છે……! શત્ શત્ વંદન આ યુવાનો ને કે જે સર્વોપરી હેતુ લઈને- આટ આટલા ભીડા વેઠી ને આ કઠિનતમ યાત્રા પૂરી કરી અને ગુરુહરિ ને- હરિ ને રાજી કર્યા…….! આપણે આ માર્ગ મા કેટલે છીએ?

ત્યારબાદ- પૂ.ઈશ્વરચરણ સ્વામી એ ગઢડા પ્રથમ ના ૫૬ મા વચનામૃત નું સુંદર નિરૂપણ- ઉપરોક્ત યુવાનો ને આશીર્વાદ અને અભિનંદન આપતા કર્યું……..જોઈએ એનો સારાંશ,…..
  • સત્સંગ મા -ભગવાન ને જ્ઞાની ભક્તો પ્રત્યે વિશેષ ભાવ રહે છે- કારણ કે- એ ભક્તો જ ભગવાન ના સ્વરૂપ ને યથાર્થ સમજે છે- જાણે છે……અને ભગવાન ને પામે છે.
  • ભગવાન વિના જીવે કશું ન ઇચ્છવું……એક ભગવાન મા જ જીવ રાખવો…..તો જ કલ્યાણ થાય
  • સત્સંગ ની શરૂઆત- માન મુકવા થી જ થાય- જો માન મુકાય- અને દાસાનુદાસ નો ગુણ આવે તો જ સત્સંગ મા પ્રવેશ થાય- ટકાય……નહીતર પતન થાય……
  • યોગીજી મહારાજ ને તો યુવકો પ્રત્યે એટલો પ્રેમ કે- એક મા ની જેમ એમની સેવા કરતાં……વીનું ભગત( પૂ.મહંત સ્વામી નું પાર્ષદ તરીકે નું નામ) ની બીમારી વખતે- યોગીબાપા – સભા છોડી ને એમની સેવા મા લાગ્યા હતા…….એ પ્રસંગ અદભૂત હતો….
  • સત્પુરુષ ના વિષે જેટલી દ્રઢ પ્રીતિ એટલો જ જીવ આત્મદર્શન ને પામે છે…..અંતે માન ઘટે છે અને સત્સંગ નું સાચું સુખ આવે છે……
  • એક ભગવાન ને જો કર્તાહર્તા મનાય તો- જ જીવ આત્મ સત્તા રૂપે વર્તી શકે…..અને અંતર મા ટાઢક રહે…..શાશ્વત સુખ રહે……
સત્ય વચન…..બ્રહ્મ વચન…..!
સભાને અંતે જાહેરાતો થઇ…….
  • પૂ.બ્રહ્મદર્શન સ્વામી જેવા તેજસ્વી -વિદ્વાન સંત ના મુખે “સ્વામિનારાયણીય સાધના” પર ઓડીઓ સીડી બહાર પડી છે…….ચોક્કસ લેવી….મન ના બધા સંશયો દુર થઇ જ્ઞાની ભક્ત થવાશે…….
  • તા-૧૦ ડીસેમ્બર થી ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૪ સુધી- શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ- શાહીબાગ મા રાહત ભાવે ” ઘૂંટણ બદલવા ની ટ્રીટમેન્ટ” નો કેમ્પ થવાનો છે……નિદાન મફત છે- સર્જરી રાહત ભાવે થાશે…….આ માટે ડૉ. આનલ રાવલીયા – હોસ્પિટલ ખાતે નો કોન્ટેક્ટ કરવો……
તો- ચાલો- આ બ્રહ્મ સભા ના સાર ને બસ- અંતર મા મમળાવતા રહેજો……..યાદ રાખો- શ્રીજી ને જ્ઞાની-નિર્માની-ભક્તો જ ગમે છે…….
રાજી રહેશો……
રાજ