Search This Blog

Showing posts with label શ્રીહરિ. Show all posts
Showing posts with label શ્રીહરિ. Show all posts

Saturday, September 24, 2011

શ્રીજી મહારાજ- સ્વરૂપ નિરૂપણ


હું ઘણીવાર- વચનામૃત કે સંતો દ્વારા લખાયેલ – શ્રીહરિ લીલામૃત કે ચરિત્ર નું પઠન કરું ત્યારે- સવાલ થાય છે કે – જેના માત્ર એક દર્શન થી લોકો ને સમાધી થઇ જાતી …એ દર્શન…સ્વરૂપ  કેવું હશે??? એક ચાખડી ના ચટકે કે..હાથ ના એક લટકે અનેક મુમુક્ષો ને સમાધી થઇ જાતી હતી. પૂ. પ્રેમાનંદ સ્વામી જેવા અતિ વિદ્વાન સંતે – એમની કૃતિઓ ..ભજનો..પદો મા શ્રીજી ની નાની નાની વાતો નું આબેહુબ વર્ણન કર્યું છે. કવીશ્વર દલપત રામ – શ્રીજી નો એક લટકો કે જે- એમણે આઠ વર્ષ ની ઉમરે સાંભળ્યો હતો- એ એમની જિંદગી ભર ભૂલ્યા ન હતા…….હરિભક્તો દ્વારા રોજ બોલાતી ચેષ્ઠા મા – મહારાજ ના આ સ્વરૂપ નું….લીલાઓ નું સુપેરે વર્ણન કર્યું છે.  વચનામૃત ની શરૂઆત મા શ્રીજી ની જીવન લીલા નું જે વર્ણન થયું છે – એમાં પણ એમના સ્વરૂપ ની..ક્રિયાઓ નું..ટેવો નું અદભૂત વર્ણન થયું છે. કદાચ – સ્વામિનારાયણ સંપ્રદાય ના મહાન સંતો એ – જે રીતે શ્રીજી મહારાજ ની આ લાક્ષણિકતા ઓ કે સ્વરૂપ નું જે રીતે માઈક્રો લેવલે વર્ણન કર્યું છે- એવું તો કોઈનું વર્ણન હજુ સુધી નહી થયું હોય. શરીર પર ના તલ, નિશાન  કે ચિહ્નો ..દંતપંક્તિ કે ચાલવા-ઊઠવા-બેસવા ની રીતો…….તમે કલ્પના ન કરી શકો એ રીતે એનું ખુબ જ ઝીણવટ ભર્યું વર્ણન થયું છે. જુઓ એના અમુક અંશ…..
 એવા જે સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિ ના જે ચિહન તે પ્રથમ લખી એ છીએ…શ્રીજી મહારાજ ના બે ચરણવિંદ ના તળામા ઉર્ધ્વ રેખા છે , તે કેવી છે? તો અંગુઠા ની પાસે ની જે આંગળીઓ તેની બેય કોરે નીકળી છે ને પાની ને બેય કોરે નીકળી છે, અને જમણા પગ ના અંગુઠા ના થડ મા ઉર્ધ્વરેખા ની બેય કોરે કમળ ,અંકુશ,ધ્વજ,અષ્ટકોણ,વજ્ર,સ્વસ્તિક,જમ્બુફળ એમના ચિહન છે…અને જમણા પગ ના અંગુઠા ના નખમાં એક ઉભી રાતી રેખા  નું ચિહન છે…….અને એ જ અંગુઠા ને બહેરાલે પડખે એક તિલ છે ……..
ઓરીજીનલ- સ્વામીનારાયણ મ્યુઝીયમ , અમદાવાદ જોઈ શકાય છે.
  ….અને બે નેત્ર ને જે હેથલી ને ઉપલી પાંપણયો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે..અને નાસિકા ઉપર શીળી ના ચાઠાંના ઝીણા ઝીણા ચિહન છે . અને મુખમાં જમણી કોરે હેઠ લી જે પ્રથમ દાઢય તેમાં શ્યામ ચિહન છે અને જીહવા તે કમળ ના પત્ર સરખી રક્ત છે અને ડાબા કાન ને માંહેલી કોરે શ્યામ બિંદુ નું ચિહન છે….અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલક ને આકારે ઉભી બે રેખાઓ છે…. 
” શ્રીજી મહારાજ ને નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રી રહે તારે ઉઠીને દાતણ કરવાનો સ્વભાવ છે.અને તે પછી સ્નાન કરી ને , ને ધોયેલું જે કોરું વસ્ત્ર તેણે કરી ને શરીર ને લુંઈને પછી ઉભા થઇ ને પહેરવા ના વસ્ત્ર ને બે સાથળ વચ્ચે ભેળું કરી ને તેણે બે હાથે કરી ને નીચોવી ને પછી સાથળ ને, ને પગ ને લુઈ ને પછી ધોયેલું સુક્ષ્મ શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણી ને પહેરે છે………..
તો, વચનામૃત અને પ્રેમાનંદ સ્વામી ના અસંખ્ય પદો મા – મહારાજ વિષે બધું જ વર્ણન છે. જેમ તમે એને ઊંડાણ પૂર્વક વાંચતા જાઓ તેમ તેમ તમારી મનો- દ્રષ્ટી સમક્ષ મહારાજ ની મનોહર શ્યામળી મૂર્તિ છવાતી જાય છે…….! મહારાજ ના સ્વરૂપ ના તો જેટલા ગુણ લખવા હોય એટલા લખાય એમ છે પણ હું જયારે જયારે કાલુપુર મંદિર જાઉં ત્યારે- ત્યાં રંગમાહોલ કે સંત નિવાસ પાસે ના શ્રીજી ના નિવાસ સ્થાન ના દર્શને અચૂક જાઉં છું. ત્યાં આગળ ઘનશ્યામ મહારાજ ની જે મૂર્તિ છે- તે કદાચ અદ્દલોઅદ્દલ્ મહારાજ ના સ્વરૂપ ને વિષે સામ્યતા ધરાવે છે.
ઘનશ્યામ મહારાજ- કાલુપુર મંદિર
તમે ધ્યાન થી જુઓ તો ખબર પડે. શ્રીજી મહારાજ ની – પૂ. આધારાનંદ સ્વામી અને નારાયણ જી સુથારે બનાવેલી મૂર્તિ ચિત્ર સાથે એ મેળ ખાય છે.
શ્રીજી મહારાજ
સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ મંદિર ના સ્ટોલ મા મે શ્રીજી મહારાજ નો ફોટો જોયેલો. કહેવાય છે કે – અંગ્રેજ અમલદારે એ ફોટો લીધો હતો અને એ સાચો ફોટો છે….પણ એ ચર્ચા નો વિષય છે કારણ કે શ્રીજી મહારાજ  ઈસવીસન  1830 મા ધામ મા ગયેલા અને કેમેરા ની શોધ  ઈસવીસન ૧૮૬૫ થી શરુ થયેલી પણ ફોટા ને જાળવવા ને ટેકનીક ૧૮૨૬ મા પેરીસ મા જોસેફ નીકેફર દ્વારા થયેલી. આથી ૧૮૩૦ મા શ્રીજી નો ફોટો લેવા ની આ વાત મા કઈ ક ખાસ દામ નથી લાગતો છતાં એમાં સત્ય ની તપાસ કરી શકાય.
શ્રીજી નો સાચો ફોટો ?????
ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ
જે હોય તે…..પણ મે એ ફોટો જોયેલો અને એ ફોટા મા પણ શ્રીજી મહારાજ( જો એ સાચો ફોટો હોય તો) અદભૂત લાગ્યા છે.  હરિ ની કોઈ પણ વાત- કે લીલા-કે સ્મૃતિ – મન ને તરબતર કરવા પૂરતી છે.  આખરે આપણા શાસ્ત્રો મા ભગવાન ને – એમની સ્મૃતિ ઓ ને વારંવાર યાદ કરવા નું- કેમ કહે છે???? કારણ કે , એના થી તમારા મન-હૃદય પર એક અમિત છાપ રચાય છે- વૃતિઓ-ઇન્દ્રિયો ભગવાન મા જોડાયેલી રહે છે અને જીવ સ્થિર થઇ મોક્ષ અથવા અક્ષરધામ ને પામે છે. આમેય , શ્રીકૃષ્ણ ભગવાને – શ્રીમદ ગીતા મા કહ્યું છે કે – મારા ભક્તો મને જે સ્વરૂપે પુજે છે અને ઈચ્છે છે તે સ્વરૂપે હું એમને પ્રાપ્ત થાઉં છું….તો બસ હરિ નું સ્વરૂપ- લક્ષણો -લીલા ચરિત્રો – મનમાં ઘૂંટી રાખો- એ તમારી નિષ્ઠા પાકી કરશે અને હરિ ની પ્રાપ્તિ સહજ કરાવશે.
બસ, આપણે તો આ જ જોઈએ છે…….તમારે શું જોઈએ છે? એ તમારે નક્કી કરવા નું છે……”આપ મૂઆં સ્વર્ગ ન જવાય….” કહેવત છે આથી- હરિ ને જેટલા જલ્દી હૃદય મા વસાવો એટલું જ સારું છે…..સહજ છે…..
સહજ આનંદ………સહજ આનંદ………….
જય સ્વામિનારાયણ….
રાજ

Tuesday, July 19, 2011

શ્રી હરિ માહાત્મ્ય

સવંત ૧૮૩૭…..ચૈત્ર સુદ -નોમ ને સોમવાર……અર્થાત ઈસવીસન ૧૭૮૧ ની ૨ જી એપ્રિલ….રાત્રીના ૧૦ વાગ્યા ને ૧૦ મીનીટ…..! ગામ છપૈયા….અયોધ્યા નજીક…..અને ધર્મદેવ -ભક્તિમાતા ના ભવને..એક મહા તેજસ્વી બાળક નો જન્મ થયો કે – જે મનુષ્ય માત્ર- જીવમાત્ર ના કલ્યાણ નો દ્યોતક ..એક સ્ત્રોત બનવાનો હતો….! ઘનશ્યામ સ્વરૂપે જન્મેલા એ બાળકે- ભગવાન સ્વામિનારાયણ તરીકે પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું- ત્યાં સુધી ની ઘટના – ઇતિહાસ નો એક સોનેરી અધ્યાય છે…….સાત વર્ષ ની ઉમરે ગૃહત્યાગ અને માત્ર ૧૯ વર્ષ ની ઉમરે ઉદ્ધવ સંપ્રદાય ની ગાદી સંભાળવા ની ઘટના- એ પુરુષોત્તમ પણા ની એક નિશાની માત્ર હતી…..! પછી શરુ થયું- સમૈયા…ઉત્સવો…..ની એક પરંપરા…..સિધ્દ પુરુષો…જ્ઞાનીઓ….યોદ્ધાઓ….રાજાઓ…રંકો….અબાલ-વૃદ્ધ..સ્ત્રી-પુરુષ….એમાં જોડાતા ગયા…..સહજ જોડાતા ગયા….અને જીવન – સંસ્કાર-સંસ્કૃતિ-ભક્તિ-નિયમ નું એક ઉત્સવ બની ગયું…..! નશા-લુંટ કે મારધાડ માં વ્યસ્ત રહેતા કાઠી દરબારો- એકદમ-અચાનક જ રાતોરાત- ભક્તિ-નિયમ-ધર્મ ને લીધે અહિંસક-સંમાંર્ગી બની ગયા…! આ બધું શું છે????? અને આ બધી વાર્તાઓ નથી…..ઇતિહાસ કારો ની કલમે- શબ્દે શબ્દ વર્ણવેલો છે….!

સહજાનંદ સ્વરૂપ-પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ....

પ.પૂ. અક્ષર બ્રહ્મ ગોપાળાનંદ સ્વામી એ – સહજાનંદ સ્વામી શા માટે પુરુષોત્તમ છે?….એ માટે નીચેના લક્ષણો વર્ણવ્યા……! પ.પૂ. અચિત્યાનંદ વરણી કે જે સદાયે શ્રીજી ની સેવા માં રહેતા, તેમણે” શ્રીહરિ લીલા કલ્પતરુ” નામનો પ્રસિધ્દ ગ્રંથ રચ્યો-એમાં નડિયાદ ખાતે- વિદ્વાનો ની સભામાં – સહજાનંદ સ્વામી ના સર્વાંઅવતારીપણા ના તેર લક્ષણો – ગોપાળાનંદ સ્વામી દ્વારા દર્શાવાયા – એ પ્રસંગ વર્ણવેલો છે……તો જુઓ એ તેર લક્ષણો -ગુજરાતીમાં..

  • પૃથ્વી પર અવતરેલા સર્વ અવતારો ને – એક અવતારમાં ( પોતાના દિવ્ય સ્વરૂપમાં) લીન થતાં કે પ્રાદુર્ભાવ થતાં -અનેક મનુષ્યો ને બતાવવા…
  • શાસ્ત્રો માં વર્ણવેલા -ધામ અને ધામ પતિઓ- એમનું ઐશ્વર્ય- પોતાના એક સ્વરૂપમાં – સર્વ જનો ને બતાવવું…
  • દ્રષ્ટી માત્ર થી સાધારણ મનુષ્ય ને પણ- યોગીઓ ને દુર્લભ એવી સમાધી- નાડી પ્રાણ ખેંચી ને કરાવવી…..
  • પોતાના સંત કે સત્સંગી દ્વારા પણ- અન્ય મનુષ્યો ને આવી સમાધી કે મોક્ષ કરાવવો…..
  • પોતાના ધામ રહેલું પોતાનું મૂળ સ્વરૂપ- પૃથ્વી પર પણ એ જ સ્વરૂપમાં ભક્તો ને બતાવવું……
  • શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ-ધર્મ-વેદાંત-ભક્તિ વગેરે – સામાન્ય મનુષ્ય ને સમજાય એમ સહજ બનાવે…..અને નવા શાસ્ત્રો- નવા ધર્મ-નિયમો રચે અને તેનું પાલન કરાવે…..
  • લોહચુમ્બક નો પર્વત જેમ લોઢા ને આકર્ષે- તેમ સર્વ જીવ ને પોતાના દર્શન માત્ર થી જ આકર્ષે……
  • પોતાના ભક્તો ના મોક્ષ માટે- એમના અંત સમયે જીવ ને “તેડવા” પધારે…….
  • તેમના વચન માત્ર થી નિમ્ન કોટીના મનુષ્ય પણ- જ્ઞાન-ભક્તિ-ધર્મ-નિયમ-વૈરાગ્ય માં પણ દ્રઢ સિદ્ધતા પ્રાપ્ત કરે…..
  • કેવળ પોતાનો સંબંધ પામેલી- વસ્તુઓ -જડ પદાર્થો થી પણ- સામાન્ય મનુષ્ય ને સમાધી કરાવવી- મોક્ષ ને પાત્ર બનાવવા….
  • પોતાની લીલા-ચરિત્ર-વાર્તા દ્વારા પણ દેશાંતર ના અજાણ્યા લોકો ને આકર્ષિત કરવા- દિવ્ય ભાવ બતાવવો…
  • જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ,પર બ્રહ્મ- આ પાંચ અનાદી તત્વો નું ભેદ-જ્ઞાન – નું સહજ નિરૂપણ કરે…..અને એ જ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા સર્વત્ર પ્રસરાવે-
  • શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ અવતારોને પોતાના એક અવતાર માં લીન કરે પણ પોતે કોઈ અવતાર માં લીન ન થાય……એ તેરમું લક્ષણ….
……તો ઉપર વર્ણવેલા તેર લક્ષણો- શાસ્ત્રોક્ત છે…..સાબિત થયેલા છે…..ઇતિહાસ માં સોનેરી અક્ષરે દર્જ છે…….! તો શ્રીહરિ ને ” સર્વાવતારી” માં સાબિત શું કરવાનું??? સત્ય – હજાર ગરણે ગળાય….પણ સત્ય જ રહે છે…..! કેટલીક વાર – ( સહજાનંદ સ્વામી )નું ચરિત્ર વાંચીએ તો લાગે કે – એ એક સામાન્ય સંત થી વધારે કઈ ન હતા……પણ- જયારે ગહરાઈ થી……મહિમા યુક્ત…..ઊંડાઈ થી સર્વ- ઇતિહાસ નો અભ્યાસ કરવામાં આવે-ત્યારે ખબર પડે કે આપણે જે વિચારતા હતા એ ખોટું હતું…..”સ્વયં શ્રીહરિ ને ને પારખતા ……પોતે ભુલાયા….” એવી વાત છે…..! કહેવાય છે ને કે – શ્રીકૃષ્ણ ભગવાન ને – ભગવાન તરીકે સ્વીકારવા- પહેલા ગીતા નો અભ્યાસ કરવાનો….અને પછી ભાગવત નો અભ્યાસ કરવાનો..! જો ક્રમ ઉલટ સુલટ થઇ જાય તો તમે જરૂર “ફસાઈ” જાવ…!
……તો શ્રીહરિ ની લીલા કે જે ઈસવીસન ૧૭૮૧ માં શરુ થઇ હતી તે – ૧ જુન ૧૮૩૦ સુધી ચાલી……! અર્થાત ૪૯ વર્ષ ની અલ્પ આયુ માં – શ્રીજી મહારાજે લાખો કરોડો મનુષ્યો નો ઉદ્ધાર કર્યો…..નિયમ ધર્મમાં દ્રઢ કર્યાં…..અને સ્વામિનારાયણ સંપ્રદાય ના પાયા એટલા ઊંડા કર્યાં કે આજે પણ એ જોઈ શકી એ છીએ……! મહારાજ નો એક સંકલ્પ કે ” સો કરોડ મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ કરવું છે…..” એ આજે પણ પુર ઝડપે ચાલે છે…..હજારો વિવાદો વચ્ચે પણ સ્વામિનારાયણ સંપ્રદાય અડગ ઉભો છે….! અગર કોઈ ખોટ હશે તો એમાં વાંક- કહેવાતા સત્સંગીઓ કે સંતો કે વિભાગો નો હશે કે જે શ્રીહરિ ના આપેલ નિયમ-ધર્મ નું યોગ્ય અર્થ ઘટન કે પાલન નથી કરી શક્યા……!
જે હોય તે…..સ્વામિનારાયણ સંપ્રદાય – અનંત છે….ચિરકાળ માટે છે……શ્રીજી નું જ મૂર્તિમંત સ્વરૂપ છે…….અને એના રાજીપા માટે જ જીવાય એટલે – બસ આ જીવન- એનું ધ્યેય સફળ…..!
બસ સાથે રહેજો……હરિ માટે નો સફર છે……એક કઠીન પણ સહજ સફર છે…..જેની મંઝીલ હરિચરણ જેવું અમુલ્ય રતન છે……..!
જય સ્વામિનારાયણ….
રાજ